Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેગા સ્વચ્છતા અભિયાન

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેગા સ્વચ્છતા અભિયાન
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેગા સ્વચ્છતા અભિયાન
200 થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ જોડાયા
સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેગા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 200 થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ કરી સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેગા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું જેમાં હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ પોતે ઝાડુ હાથમાં લઈ સફાઈ કરી અનોખો સંદેશ આપ્યો હતો. અભિયાનમાં આરએમઓ કેતન નાયક અને સુપરિન્ટેન્ડન્ટ પારુલ વડગામા પણ જોડાયા હતા. 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલ પરિસરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવાની સાથે દર્દીઓ અને મુલાકાતીઓમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

Exit mobile version