Site icon hindtv.in

પાંડેસરામાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન

પાંડેસરામાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો
Spread the love

પાંડેસરામાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન
થેલેસેમિયા બાળકો માટે 2,500 બોટલનું લક્ષ્ય
સુરત પોલીસ ઝોન-4ની સરાહનીય પહેલ

સુરત પોલીસ ઝોન-4 દ્વારા પાંડેસરા ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે 2,500 રક્ત બોટલ એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે મેગા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયુ હતું.

સુરત શહેરના ઝોન-4 નિધી ઠાકુરના માર્ગદર્શન હેઠળ ઝોન 4માં  આવતા પાંડેસરા, ખટોદરા, ઉમરા, અઠવા, અલથાણ અને વેસુ વિસ્તારમાં સુરક્ષા સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. છેલ્લા 2-3 મહિનાથી રક્તની સર્જાયેલી અછતને ધ્યાનમાં રાખીને થેલેસેમિયા પીડિત બાળકોને સમયસર બ્લડ મળી રહે તે હેતુથી ડીસીપી નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ પાંડેસરા સ્થિત ઉદ્યોગ ભારતી શાળા ખાતે વિશાળ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એસીપીના જણાવ્યા મુજબ 2,500 રક્ત બોટલ એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે આયોજિત આ કેમ્પમાં પોલીસ સ્ટાફ, એફઓપી, ગણેશ ઉત્સવ મંડળો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Exit mobile version