Site icon hindtv.in

સુરતના રાંદેર રોડ સ્થિત તાડવાડી વિસ્તારમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ

સુરતના રાંદેર રોડ સ્થિત તાડવાડી વિસ્તારમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
Spread the love

સુરતના રાંદેર રોડ સ્થિત તાડવાડી વિસ્તારમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
લવ એન કેર હોસ્પિટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા કેમ્પ
“રક્તદાન એ જ મહાદાન”ના સંદેશને સાર્થક કર્યો.

સુરતના રાંદેર રોડ સ્થિત તાડવાડી વિસ્તારમાં લવ એન કેર હોસ્પિટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં ડોક્ટરો, સમાજસેવકો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી “રક્તદાન એ જ મહાદાન”ના સંદેશને સાર્થક કર્યો.

સુરતમાં રવિવાર, 28 જૂનના રોજ રાંદેર ખાતે આવેલી લવ એન કેર હોસ્પિટલમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના આયોજન હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન 80થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત થયેલું રક્ત શહેરની વિવિધ હોસ્પિટલો તેમજ થેલેસેમિયાથી પીડિત બાળકો સહિત જરૂરિયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ બ્લડ ડોનેશન કેમ્પ છેલ્લા 16 વર્ષથી સતત યોજાઈ રહ્યો છે.

ખાસ વાત એ છે કે આ વર્ષે સુરત શહેરમાં એક જ દિવસે કુલ 12 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો અને નાગરિકોએ ભાગ લઈને સ્વૈચ્છિક રક્તદાન કર્યું અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી રક્તની સતત જરૂરિયાતને પહોંચી વળવા અને વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાના હેતુથી યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાન દ્વારા અનેક દર્દીઓનું જીવન બચાવી શકાય છે તેવો સંદેશ પણ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો.

Exit mobile version