સુરત જિલ્લા ભાજપ દ્વારા ’12 વર્ષ વિશ્વાસના અને વિકાસના’ અંતર્ગત મીડિયા સંવાદ…
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકારની વિકાસગાથા રજૂ કરી…
12 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વાંગી વિકાસના કાર્યો પહોંચાડવાનો હેતુ…
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પારદર્શક વહીવટ અંગે ચર્ચા કરી
બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ દ્વારા ’12 વર્ષ વિશ્વાસના અને વિકાસના’ અંતર્ગત મીડિયા સંવાદ યોજાયો હતો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકારની વિકાસગાથા અને ઉપલબ્ધિઓ મીડિયા સમક્ષ રજૂ કરી હતી.
આજે બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ’12 વર્ષ વિશ્વાસના અને વિકાસના’ થીમ અંતર્ગત એક વિશેષ પત્રકાર પરિષદ અને મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાસ ઉપસ્થિત રહીને પત્રકારો અને મીડિયા કર્મીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.આ મીડિયા સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 12 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વાંગી વિકાસના કાર્યો અને પ્રજાએ મૂકેલા અડગ વિશ્વાસની માહિતી જનતા સુધી પહોંચાડવાનો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પારદર્શક વહીવટ અને આર્થિક નીતિઓની સફળતા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આજ ના મીડિયા સંવાદ માં રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મહત્વ ની જાહેરાત પણ કરવામાં આવી હતી. આવનાર દિવસો માં સુરત જિલ્લા માં બારડોલી ને સેટેલાઇટ ટાઉન બનાવવા અંગે જાહેરાત કરી હતી. જેથી અન્ય મહત્વ અને વધારા ની સુવિધા પણ મળી રહે. એવો પણ મત નાણાં મંત્રી કનુદેસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે ઐતિહાસિક કામગીરી થઈ છે. પ્રજાનો અમારી સરકાર પરનો અતૂટ વિશ્વાસ એ જ અમારી સાચી મૂડી અને પ્રેરણા છે.” તેમણે ડબલ એન્જિન સરકારની સિદ્ધિઓ વર્ણવતા ભવિષ્યના રોડમેપ અંગે પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના આંકડાકીય પરિણામો મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર. ધારાસભ્ય. ગણપતભાઈ વસાવા. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા.જીલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી. મહા મંત્રી અંકુરભાઈ દેસાઈ. રોહિત ભાઈ પટેલ. જગદીશભાઈ પારેખ. હાજર રહ્યા હતા

