સુરતમાં ભાગીદારને ફસાવી દેવા કારમાં એમડી ડ્રગ્સ મૂક્યું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભાગીદારને ફસાવી દેવા કારમાં એમડી ડ્રગ્સ મૂક્યું
માસ્ટર માઈન્ડ ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું
કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

સુરતમાં ભાગીદારને ફસાવી દેવા માટે તેની કારમાં એમડી ડ્રગ્સ મુકાવવાના માસ્ટર માઈન્ડ ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 10 મહિના પહેલા વેડરોડ ગુરુકુલ પાસે બિજના નાકેથી કતારગામ હાથી મંદિર પાસે રહેતા અલ્પેશ મિયાણીને સિંગણપોર પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડયો હતો. પોલીસ તપાસમાં અલ્પેશને ફસાવવામાં આવ્યો હોવાની સાથે આ સમગ્ર ડ્રગ્સનું પ્લાન તેના જ ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ કર્યું હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા હતા. આ સાથે જ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો. જેની સામે કોર્ટે થવા ટકોર કરતા આરોપી ચિરાગ ગોટી એડવોકેટ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં સરેન્ડર થયો હતો. કોર્ટે તેનો કબજો પોલીસને સોંપ્યો હતો.

આ અંગે એસીપી ઝેડઆર દેસાઈએ જણાવ્યું હતું કે, તપાસ કરતા સામે આવ્યું કે ચિરાગ ગોટીએ ડ્રગ્સ મંગાવ્યું હતું અને તેના ભાઈના માધ્યમથી જ્યારે છેલ્લી વખત હિસાબ કરવા અલ્પેશ મિયાણીને ત્યાં ગયા હતા, ત્યારે તેની ગાડીમાં ડ્રગ્સ મૂક્યું હતું. પછી ચીરાગે જ પોલીસને અલ્પેશ મિયાણીની ગાડીમાં ડ્રગ્સ હોવાની બાતમી આપી હતી. જે બાદ પોલીસે અલ્પેશ મિયાણીની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ ચિરાગ ગોટીએ જ મંગાવ્યું હતું અને તેણે ષડયંત્ર રચીને અલ્પેશ મિયાણીને ફસાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *