રાજકોટમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.
9 લાખથી વધુના ડ્રગ્સના જથ્થો ઝડપાયો.
સાહિલ ઉર્ફે રજાક ગોપલાણીની ધરપકડ.
રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં 9 લાખ રૂપિયાથી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહીમાં સાહિલ ઉર્ફે રજાક ગોપલાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં SOG ટીમે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સાહિલ ઉર્ફે રજાક ગોપલાણીની ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી 9 લાખ રૂપિયાથી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો. આ ઉપરાંત પોલીસે અન્ય સામગ્રી સાથે કુલ 14 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. આ મુદ્દામાલમાં ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન, રોકડ અને અન્ય વસ્તુઓનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે. જે કબજે કર્યો છે. નોંધનીય છે કે સાહિલ અગાઉ પણ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળના કેસમાં પકડાઈ ચૂક્યો છે. પોલીસ હવે ડ્રગ્સના સ્ત્રોત અને તેના ખરીદદારોની ઓળખ કરવા માટે તપાસને વેગ આપી હી છે.
રાજકોટમાં તાજેતરમાં ડ્રગ્સ સંબંધિત ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આ પહેલાં પણ SOG અને અન્ય પોલીસ ટીમોએ શહેરમાં અનેક ડ્રગ્સ જપ્તીની કાર્યવાહી કરી છે. ઓગસ્ટ 2025માં રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં 13.260 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઈરફાન ઉર્ફે રોમિયો હનીફ ચનિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેની કિંમત 1.32 લાખ રૂપિયા હતી. એ જ રીતે જાન્યુઆરી 2025માં કુવાડવા રોડ પર 18.14 લાખ રૂપિયાની હેરોઈન સાથે બે આરોપીઓની ધરપકડ થઈ હતી. SOG અને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનની ટીમ હવે સાહિલ ગોપલાણીના ડ્રગ્સ નેટવર્કની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ડ્રગ્સનું નેટવર્ક રાજકોટથી આગળ વધીને અન્ય શહેરો સુધી ફેલાયેલું હોઈ શકે છે. આરોપીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સના સપ્લાયર અને ખરીદદારો વિશે માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે. ફોરેન્સિક ટીમની મદદથી જપ્ત કરાયેલા ડ્રગ્સનું વિશ્લેષણ પણ કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
