Site icon hindtv.in

એમબીબીએસ બોન્ડ ભરતી 2026 માં સંપૂર્ણ મેરીટ લિસ્ટ જાહેર કરવા માંગ

એમબીબીએસ બોન્ડ ભરતી 2026 માં સંપૂર્ણ મેરીટ લિસ્ટ જાહેર કરવા માંગ
Spread the love

એમબીબીએસ બોન્ડ ભરતી 2026 માં સંપૂર્ણ મેરીટ લિસ્ટ જાહેર કરવા માંગ
મામ લાયક ઉમેદવારોને સમાન તક આપવાની માંગ

ગુજરાતના 3336 એમબીબીએસપાસ ઉમેદવારોએ આજે તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે સંયુક્ત રજુઆત કરીને બોન્ડ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયની માંગ કરી છે.

ગુજરાતના 3336 MBBS પાસ ઉમેદવારોની વર્તમાન ભરતી પ્રક્રિયામાં માત્ર 1490 મેરીટ ક્રમ સુધીના ઉમેદવારોની જ યાદી જાહેર કરવામાં આવી છે. જેના કારણે 1491 થી 3336 ક્રમ ધરાવતા લગભગ 1846 લાયક ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની તકથી વંચિત રાખવામાં આવ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે “મેરીટ લિસ્ટ” એટલે તમામ લાયક ઉમેદવારોની સંપૂર્ણ યાદી. માત્ર મર્યાદિત સંખ્યાની યાદી જાહેર કરવી એ ભરતીના નિયમો અને પારદર્શિતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આના કારણે ઘણા ઉમેદવારો છેલ્લા 3-4 મહિનાથી બેરોજગાર છે અને તેમની કારકિર્દી અટકી ગઈ છે.

MBBS પૂર્ણ કરનાર તમામ 3336 લાયક ઉમેદવારોની સંપૂર્ણ મેરીટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે. 1490 પછીના મેરીટ ધરાવતા ઉમેદવારોને પણ પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની તક આપવામાં આવે. વૈકલ્પિક રીતે, જેમની ઇન્ટર્નશિપ માર્ચ-એપ્રિલ 2026 માં પૂર્ણ થઈ ગઈ છે તેમનો વિલંબિત સમયગાળો Bond સેવામાંથી માફ કરવામાં આવે. અને મેડિકલ કોલેજોમાં ખાલી પડેલ જુનિયર રેસિડન્ટ અને ટ્યુટરની જગ્યાઓ પર Bond ઉમેદવારોની ફાળવણી કરવામાં આવે અને તે સમયગાળો Bond તરીકે ગણવામાં આવે. ઉમેદવારોએ માંગ કરી છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયસંગત રીતે હાથ ધરવામાં આવે જેથી કોઈપણ લાયક ડોક્ટર સાથે અન્યાય ન થાય

Exit mobile version