સુરતના કતારગામમાં ટ્રાફિકના ભારણને ઘટાડવા મેયરની મુલાકાત
મેયર સ્થળે બ્રિજનો રેમ્પ તાકીદે બનાવવા આદેશ આપ્યો
18 માસની સમયાવધીમાં કામગીરી સોંપતો ઠરાવ કરવામાં આવ્યો હતો.
સુરતના કતારગામ ઉત્કલ નગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પાસે થતા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે મેયર સ્થળે બ્રિજનો રેમ્પ તાકીદે બનાવવા જણાવ્યુ હતું.
કતારગામ-ઉત્કલનગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પાસે ના રસ્તા પર તથા હીરાબાગ જંકશન પર પીક-અર્વસમાં ભારે ટ્રાફિક સમસ્યા રહે છે, મેયર દક્ષેશ માવાણીએ ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને મહાપાલિકાના બ્રિજ સેલના અધિકારી સાથે સ્થળ પર પહોંચી જઈ એ.કે.રોડ-વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન બાદ શ્રીનાથજી ફલાય ઓવર બ્રિજ ઉપરના કાપોદ્રા જંકશન પહેલાં જોડતો એન્ટ્રી રેમ્પ બનાવવાની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સુચના આપી હતી. એન્ટ્રી રેમ્પ બનાવવાથી હીરાબાગ જંકશન પર પીક અર્વસ માં ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને હીરાબાગ જંકશન પર ટ્રાફિકની સમસ્યાનું મહદૂઅંશે નિરાકરણ આવશે. ગત નવેમ્બર 2024 માં શાસકોએ શ્રીનાથજી બ્રિજ પર કાપોદ્રા જંકશન પહેલાં એન્ટ્રી રેમ્પને 18 માસની સમયાવધીમાં કામગીરી સોંપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બ્રિજની લંબાઇ 556.83 મીટર, પહોળાઈ-6.50 મીટર તેમજ 16.43 કરોડ ખર્ચે કામગીરી સોંપવામાં આવી હતી. એન્ટ્રી રેમ્પને 1 વર્ષ ઉપર સમય થઈ ગયો છે પરંતુ કામગીરી ધીમી ચાલતી હોય વધુ 10 મહિના જેટલો સમય થઈ જાય તેમ છે.

