Site icon hindtv.in

સુરતની દીકરી માયા ગુપ્તાએ સેવાકાર્યથી વિશ્વભરમાં મેળવી ઓળખ

સુરતની દીકરી માયા ગુપ્તાએ સેવાકાર્યથી વિશ્વભરમાં મેળવી ઓળખ
Spread the love

સુરતની દીકરી માયા ગુપ્તાએ સેવાકાર્યથી વિશ્વભરમાં મેળવી ઓળખ
365 દિવસ સુધી ગરીબ અને અનાથ બાળકોને પોતાના ખર્ચે ભોજન વિતરણ
વિશ્વવિખ્યાત યુટ્યુબર મિસ્ટર બીસ્ટે માયાને ખાસ મુલાકાત માટે બોલાવી
માયાના સેવાકાર્યથી પ્રભાવિત થઈ મિસ્ટર બીસ્ટે ગળે લગાવી

કહેવાય છે કે સાચી મહેનત અને અવિરત સેવાભાવનું ફળ એક દિવસ જરૂર મળે છે. આ વાતને સાર્થક કરી છે સુરતની દીકરી માયા ગુપ્તાએ. ગરીબ અને અનાથ બાળકોને સતત 365 દિવસ સુધી પોતાના ખર્ચે ભોજન અને જરૂરી વસ્તુઓનું વિતરણ કરનાર માયાનું સપનું સાકાર થયું છે. વિશ્વભરમાં જાણીતા યુટ્યુબર મિસ્ટર બીસ્ટે માયાને ખાસ મુલાકાત માટે બોલાવી હતી. એટલું જ નહીં, માયાના સેવાકાર્યથી પ્રભાવિત થઈ મિસ્ટર બીસ્ટે તેને ગળે લગાવી અને 10 હજાર ડોલર એટલે કે અંદાજે 8.5 લાખનું ઇનામ પણ આપ્યું હતું.

સુરતની માયા ગુપ્તાએ સેવાકાર્યના બળે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે. માયાએ સતત 365 દિવસ સુધી ગરીબ અને અનાથ બાળકોને પોતાના ખર્ચે ભોજન કરાવ્યું અને જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કર્યું હતું. માયાની આ નિષ્ઠા અને સાતત્યથી પ્રભાવિત થઈ મિસ્ટર બીસ્ટે તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી હતી. ત્યારબાદ માયાને મળવા માટે આમંત્રણ મળતાં તેની વર્ષોની મહેનત અને સેવાભાવને જાણે નવી ઓળખ મળી છે. મિસ્ટર બીસ્ટ સાથેની મુલાકાત માયા માટે યાદગાર બની રહી હતી. મુલાકાત દરમિયાન મિસ્ટર બીસ્ટે માયાને ભાવુક થઈને ગળે લગાવી હતી અને તેની સાથે ખાસ રીલ પણ શૂટ કરી હતી. માયાના ઉમદા સેવાકાર્યને બિરદાવવા માટે મિસ્ટર બીસ્ટે સુટકેસ ખોલીને 10 હજાર ડોલરનું ઇનામ આપ્યું હતું. જે ભારતીય ચલણમાં આશરે 8.5 લાખ થાય છે. સામાન્ય પરિવારમાંથી આવતી માયાની આ સફર યુવાનોને પ્રેરણા આપે છે કે સાચા મનથી કરેલું કાર્ય અને સતત મહેનત નવી તકોના દ્વાર ખોલી શકે છે.

Exit mobile version