Site icon hindtv.in

મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મગજમાં ‘ઝેર’ ભરતા મૌલાના

મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મગજમાં 'ઝેર' ભરતા મૌલાના
Spread the love

મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મગજમાં ‘ઝેર’ ભરતા મૌલાના
બાળકોની નોટબુક્સમાંથી ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવા લખાણ મળ્યા,
ફંડિંગ કરનારા બે લોકો સામે પણ ગુનો નોંધાયો

ભાવનગરના સિદસર વિસ્તારમાં ગેરકાયદે મદ્રેસા ચલાવી બાળકોના મગજમાં ‘ઝેર’ ભરતા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે મોડી રાત્રે એસઓજી એ મૌલાનાની સાથે વધુ બે શખ્સોની અટકાયત કરી છે. યુસુફ આરીફ મારફાણી અને અનસ મોહંમદસીદીક લાખાણીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તારીખ 21 જુલાઈએ ભાવનગર પોલીસે મદ્રેસા પર દરોડો પાડી કેટલાક શંકાસ્પદ સાહિત સાથે મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. ઉર્દુ અને અરબીમાં લખાયેલા સાહિત્યનું ટ્રાન્સલેશન કરાતા રાષ્ટ્રીય અખંડતતાને નુકસાન પહોંચાડનારી અને ધાર્મિક વૈમનસ્ય ફેલાય તે પ્રકારની વિગત હોવાનું સ્પષ્ટ થયું છે. મૌલાના સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે. ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે, 21 જુલાઈએ સિદસર 25 વારિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કામગીરી કરી હતી. જેમાં એક ધાર્મિક સ્ટ્રકચર મળી આવ્યું હતું.ઘટનાસ્થળેથી 26 વર્ષીય મૌલાના સફીક મરેડિયા મળી આવ્યો હતો. સ્થળની તપાસ દરમિયાન અમને ઘણા બધા એવા સાહિત્ય મળ્યા, જેમાં ખાસ કરીને બીજા ધર્મોના દેવી-દેવતાઓ માટે સારા શબ્દો નહોતા લખ્યા. પછી વધુ સાહિત્ય વાંચવામાં આવ્યું તો એ ઉર્દૂ અથવા અરબી હોય એવું લાગતું હતું

આ મદ્રેસા ચલાવવા માટે ભાવનગરમાં જ બે લોકો ફંડ આપતા હોવાનું ખુલતા ગુનો નોંધી તેઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મૌલાના દ્વારા ચોક્કસ સમુદાયના ગરીબ વર્ગના બાળકોને ટાર્ગેટ કરી અલગ અલગ પ્રલોભન આપી શિક્ષણના નામે અહીં બોલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે અભ્યાસ કરતા બાળકોની નોટબુક્સની તપાસ કરતા તેમાંથી પણ વાંધાજનક લખાણ મળી આવ્યા હતા..

Exit mobile version