Site icon hindtv.in

સુરતના પાંડેસરાની પેરેડાઈઝ કોલ્ડ કંપનીમાં માસુમ બાળાનું મૌત

સુરતના પાંડેસરાની પેરેડાઈઝ કોલ્ડ કંપનીમાં માસુમ બાળાનું મૌત
Spread the love

સુરતના પાંડેસરાની પેરેડાઈઝ કોલ્ડ કંપનીમાં માસુમ બાળાનું મૌત
ચાર વર્ષની માસુમ બાળાનો હાથ મશીનમાં આવી જતા મોત

સુરતના પાંડેસરા ખાતે આવેલ પેરેડાઈઝ કોલ્ડ કંપનીમાં કોલસા છોડવાનુ કામ કરતી માતાની ચાર વર્ષની માસુમ બાળાનો હાથ મશીનમાં આવી જતા મોત નિપજ્યુ હતું.

સુરતના પાંડેસરા ખાતે આવેલ પેરેડાઈઝ કોલ્ડ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કોલ્ડ કંપનીમાં કોલસા છોડવાનુ કામ કરતી માતા કામમાં હતી તે સમયે ચાર વર્ષની ગૌરી બારિયા નામની માસુમ બાળાનો હાથ મશીનમાં આવી ગયો હતો જેને લઈ બાળાને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેનુ મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું. તો મૃતકની બે બહેન અને એક ભાઈ હોવાનુ સામે આવ્યુ છે.

Exit mobile version