Site icon hindtv.in

સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન

સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન
Spread the love

સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન
કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુનેગારોમાં ડર બેસાડવા
પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુનેગારોમાં ડર બેસાડવા માટે પોલીસ દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.

સુરત શહેરના ભેસ્તાન પોલીસ દ્વારા વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર બને તે હેતુથી ભેસ્તાન પોલીસે અચાનક સ્પ્રાઈઝ ચેકીંગ શરૂ કરી હતી. આ ઓપરેશન માટે ભેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં એસીપી, ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતાં. પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉન વિસ્તારની કાળી સ્પીચ ઝૂંપડપટ્ટીમાં વિશેષ સ્પ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી હતી પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી, જરૂરી દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી હાથ ધરી હતી. સાથે સાથે વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

ભેસ્તાન પોલીસના આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે અને સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસની ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવા સર્ચ ઓપરેશન ચાલુ રાખવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

Exit mobile version