ડુપ્લીકેટ દારૂના સેવન બાદ મોત થતા પોલીસ દ્વારા વ્યાપક દરોડા
નકલી દારૂ સપ્લાય કરનાર મુખ્ય બુટલેગર સહિત ચારને ઉઠાવી લેવાયા
દારૂનું સેવન ન કરવા જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે યુવાનોએ ઇંગલિશ દારૂની પાર્ટી કર્યા બાદ ચાર યુવાનોની હાલત બગડતા સારવાર માટે ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત થતાં લઠ્ઠા કાંડની આશંકા સાથે પોલીસ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો જેમાં નકલી દારૂ ના કારણે યુવાનનું મોત થયું હોવાનું ખુલવા પામતા પોલીસે ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરનાર મુખ્ય બુટલેગર સહિત ચાર બુટલેગરોની ધરપકડ કરી છે.
ખરકડી ગામના ચાર પાંચ યુવાનોએ ગત તારીખ 16 ઓગસ્ટના રોજ વાડી વિસ્તારમાં મદિરા ની મહેફિલ માણી હતી આ દારૂની પાર્ટી કર્યા બાદ ચાર યુવાનોનું સ્વાસ્થ્ય કથળતા ચારેયને ભાવનગર સર્ટી હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ઉપેન્દ્ર ચંદ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ 35 નામના યુવાનનું મોત થયું હતું આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ તત્કાલ ઇંગ્લિશ દારૂ સપ્લાય કરનાર તથા શહેર જિલ્લામાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા બુટલેગર ઉપર તૂટી પડવા આદેશ આપતા પોલીસે ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનું નેટવર્ક ધરાવતા ગૌતમ સોલંકી નામના મુખ્ય બુટલેગર સહિત ચારની અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે
વધુમાં એસપીએ લોકોને અપીલ કરી શકે રોયલ સ્ટેગ નામની ઇંગ્લિશ દારૂની ડુપ્લીકેટ બ્રાન્ડ મધ્યપ્રદેશ છે સપ્લાય કરવામાં આવી હોવાના કારણે લોકોએ ઇંગ્લિશ દારૂનું સેવન કરવું નહીં. પોલીસે ગણતરીની કલાકોમાં જ છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં સપ્લાય કરવામાં આવેલ ડુપ્લીકેટ દારૂ ના કુલ જથ્થા પૈકી 90 ટકા માલ રિકવર કરી લેવાયો છે અને ઝપ્ત કરાયેલ ઇંગ્લિશ દારૂને તપાસ માટે એફ એસ એલ માં મોકલી દેવામાં આવ્યો છે જોકે આ ઘટનામાં હજુ પણ વિશ્વરાજ વનરાજસિંહ ગોહિલ અને ઘનશ્યામસિંહ નામના વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર કાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

