સુરતમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો મોટાપાયે નાશ
છ પોલીસ સ્ટેશનના 88 કેસોમાં કાર્યવાહી
13 હજારથી વધુ દારૂની બોટલોનો નાશ કરાયો
કોર્ટના આદેશ અને નિયમ મુજબ દારૂનો નિકાલ
સુરતમાં પોલીસ દ્વારા વિવિધ કેસોમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો મોટાપાયે નિકાલ કરવામાં આવ્યો છે. શહેરના છ પોલીસ સ્ટેશનના કુલ 88 કેસોમાં જપ્ત કરાયેલી 13 હજારથી વધુ દારૂની બોટલોનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અઠવા, ઉમરા, વેસુ, પાંડેસરા, ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો દારૂ નિકાલની કાર્યવાહીમાં સામેલ કરવામાં આવ્યો હતો. કુલ 88 કેસોમાં જપ્ત કરાયેલી 13,240 બોટલ દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત આશરે 30 લાખ 78 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ડીસીપી ઝોન-4 નિધિ ઠાકુર તેમજ એસડીએમ, સુરત સિટી ઉત્તર ની અધ્યક્ષતામાં અધિકારીઓની હાજરીમાં નિયમ મુજબ સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નિકાલ થતાં મોટી માત્રામાં દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે.

