Site icon hindtv.in

પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ

પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ
Spread the love

પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ
વોર્ડ નબર 1, 2 અને 3 લગભગ બિનહરીફ થવાનું નક્કી
ફોર્મ ભરવાની અંતિમ કલાકોમાં જ ભાજપે ઓપરેશન પાર પાડ્યું છે

ભાવનગર જિલ્લાના પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ થયું..

ભાવનગર જિલ્લાના પાલીતાણા કોંગ્રેસ શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ થતા કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા, વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા ગયા છે. ચૂંટણીના ફોર્મની અંતિમ કલાકોમાં કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. પાલીતાણા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાએ માસ્ટર સ્ટ્રોક મારતા વોર્ડ નબર 1, 2 અને 3 લગભગ બિનહરીફ થવાનું નક્કી છે ત્યારે ફોર્મ ભરવાની અંતિમ કલાકોમાં જ ભાજપે ઓપરેશન પાર પાડ્યું છે

Exit mobile version