Site icon hindtv.in

સુરતના કામરેજમાં સામૂહિક આપઘાત

સુરતના કામરેજમાં સામૂહિક આપઘાત
Spread the love

સુરતના કામરેજમાં સામૂહિક આપઘાત
તાપી નદીના બ્રિજ પરથી પરિવારની મોતની છલાંગ
માતા-પિતા સહિત પુત્ર પાણીમાં ગરકાવ
ફાયર ટીમે ત્રણેયના મૃતદેહને બહારકાઢ્યા
આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

સુરતના કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ થતાં ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા. સુરતના કુલ 5 લોકો ફરવા આવ્યા હતા. જે પૈકી ત્રણ લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુ:ખદ ઘટના સામે આવી છે. ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતદેહોનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે, તાપી નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. મૃતકો કોણ છે એ દિશામાં તપાસ ચાલુ છે. અત્યારસુધીની તપાસમાં મૃતકો સુરત શહેરમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે

Exit mobile version