Site icon hindtv.in

સુરત કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓનો માસ સીએલ કાર્યક્રમ

સુરત કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓનો માસ સીએલ કાર્યક્રમ
Spread the love

સુરત કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓનો માસ સીએલ કાર્યક્રમ
બઢતી-બદલી, સિનિયોરીટી અને જોબચાર્ટના પ્રશ્નોને લઈ વિરોધ
પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં કર્મચારીઓ-અધિકારીઓ એકત્ર

સુરત કલેક્ટર કચેરી ખાતે ગુજરાત મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ સીએલ કાર્યક્રમ યોજાયો હતો. બઢતી-બદલી, સિનિયોરીટી અને જોબચાર્ટ સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓ એકત્ર થયા હતાં.

સુરત કલેક્ટર કચેરીના પાર્કિંગ એરિયામાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા માસ સીએમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓના જણાવ્યા મુજબ લાંબા સમયથી બઢતી, બદલી, સિનિયોરીટી અને જોબચાર્ટ સહિતના પ્રશ્નો પડતર છે અને સરકાર દ્વારા યોગ્ય ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવાની પણ મુખ્ય માંગ કરવામાં આવી છે. મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી સમક્ષ 14 જેટલા વહીવટી પ્રશ્નો અંગે તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2012માં સીધી ભરતીથી આવેલા નાયબ મામલતદારોને રિ એડ્જસ્ટમેન્ટ ડેટ નો લાભ આપી સિનિયોરીટી નક્કી કરવા તેમજ દૂરના જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને જગ્યા ઉપલબ્ધતા મુજબ મૂળ જિલ્લામાં પરત મુકવાની માંગ કરવામાં આવી હતી. જિલ્લા ફેરબદલી માટેની એનઓસી પ્રથા બંધ કરી ઓનલાઈન અને પારદર્શક વ્યવસ્થા કરવાની પણ માંગ છે. સાથે નાયબ મામલતદાર અને મામલતદારની સીધી ભરતી તાત્કાલિક બંધ કરવા, ક્લાર્ક તથા મહેસૂલી તલાટીઓની સિનિયોરીટી યાદી તાત્કાલિક પ્રસિદ્ધ કરવા અને બાકી રહેલી ખાતાકીય પરીક્ષાઓ યોજી પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જનસેવા કેન્દ્રની કામગીરી માટે અલગ મહેકમ ફાળવવા તથા વધતા કાર્યબોજ અને ઓનલાઈન કામગીરીના કારણે કર્મચારીઓ પર વધી રહેલા માનસિક તણાવમાં ઘટાડો કરવા પણ રજૂઆત કરાઈ હતી. તો મહામંડળે ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટીઓને બેઠક અને રેકર્ડ માટે પૂરતી સુવિધા ન હોવાનો આક્ષેપ કર્

Exit mobile version