Site icon hindtv.in

સુરત રેલ્વે સ્ટેશન પરથી બિનવારસી હાલતમાં લાખોનો ગાંજો

સુરત રેલ્વે સ્ટેશન પરથી બિનવારસી હાલતમાં લાખોનો ગાંજો
Spread the love

સુરત રેલ્વે સ્ટેશન પરથી બિનવારસી હાલતમાં લાખોનો ગાંજો
અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલ્વે એસઓજીની ટીમે ગાંજો ઝડપ્યો
ગાંજાનો જથ્થો કબ્જે લઈ અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

સુરત રેલ્વે સ્ટેશન પરથી અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલ્વે એસઓજીની ટીમે બિનવારસી હાલતમાં લાખોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પશ્ચિમ રેલ્વે વડોદરા એસઓજીના પીએસઆઈ એચપી રવિયાની ટીમ એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા મેદાને હતી ત્યારે એએસઈ દિનેશજીની ટીમ રેલ્વે સ્ટેશન પર હતી ત્યારે આવેલી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા બીનવારસી હાલતમાં 1 લાખ 96 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે લઈ અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version