Site icon hindtv.in

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો
Spread the love

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો
સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારી પૂર્ણ,
પશ્ચિમ ભારતમાં ઉપસ્થિતિ મજબૂત કરી

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં મહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ કરીને પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરી છે. સુરત અને વડોદરા સ્થિન બે એનએબીએચમાન્યતા પ્રાપ્ત હોસ્પિટલ્સની કુલ ક્ષમતા ૪૦૦ ખેડની છે. આ અપિગ્રહણથી ગુજરાતમાં મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સની હાજરી વધુ મજબૂત બની છે, જ્યાં અમદાવાદ અને ભુજમાં પહેલેથી જ તેના બે યુનિટ કાર્યરત છે. આ સાથે મેરેન્ગો એશિયા હોસ્પિટસ ગુજરાતના મોટા હોસ્પિટલ જૂથોમાંથી એક બની ગયું છે, જેમાં કુલ ૧૧૫૦થી વધુ ભેડની ક્ષમતા છે.

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ તીરી અને કક્વાર્ટરનરી ઉપચાર, વિવિધ તબીબી વિશેષતાઓમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ’ની રચના તથા ‘પેશન્ટ ફર્સ્ટ’ અભિગમ પર ખાન આપે છે. આ અપિગ્રહણ ક્લિનિકલ કોરિડોરની સંકલ્પનાને પણ મજભૂત બનાવશે, જેના દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી હોસ્પિટલ્સની ઉપ-વિશેષતા તથા સુપર-વિશેષતા ક્ષમતાનો લાભ લેવામાં આવશે. આ અધિગ્રહણ સાથે સુરત અને વડોદરાના તબીબોને માત્ર મેરેન્ગો એશિયાના રાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો લાભ જ મળશે નહીં, પરંતુ કેન્યા, ઇરાક, સાઉદી અરબ સામ્રાજ્ય, મધ્ય પૂર્વ અને ઉઝબેકિસ્તાનમાં જૂથની હાલની આંતરરાષ્ટ્રીય તબીબી ભાગીદારીઓ દ્વારા પોતાની કુશળતાનો ઉપયોગ કરવાની તક પણ મળશે. અધિગ્રહણ અંગે પ્રતિભાવ આપતાં મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સના સ્થાપક સભ્ય, ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું, “પશ્ચિમ ભારતમાં ૧૧૫૦થી વધુ બેડ સાથે આપણાં વિસ્તરણ થતાં અમે ગુજરાતના સૌથી મોટા આરોગ્ય સેવા પ્રદાતાઓમાંના એક બન્યા છીએ. સુરત અને વડોદરા જેવા મહત્વના શહેરોમાં પ્રવેશ કરીને ત્યાંના નાગરિકો અને આસપાસના વિસ્તારો માટે અદ્યતન તર્શરી અને ક્વાર્ટરનરી સારવાર ઉપલબ્ધ કરાવી અમને આનંદ થાય છે.

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ નેટવર્કમાં જોડાતી દરેક નવી હોસ્પિટલ પેશન્ટ ફર્સ્ટ’ અભિગમ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે—ઉન્નત સારવારને દર્દીઓના ઘર નજીક લાવવાનું અમારું લક્ષ્ય છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સના સંકલન સાથે જૂથ હવે કુલ આઠ હોસ્પિટલ્સ ચલાવે છે, જેની સંયુક્ત ક્ષમતા ૨૫૦૦ બેડની છે અને જેમાં ૧૦૦૦થી વધુ ડોક્ટરો તથા ૫૨૦૦ કર્મચારીઓ કાર્યરત છે

Exit mobile version