બોલીવુડની ફિલ્મ મર્દાનીના પ્રમોશનમાં સુરતની મર્દાની પોલીસ
30 મહિલા પોલીસ કર્મીઓને કપીલ શર્મા શોમાં આમન્ત્રણ
સુરતની 5 મર્દાનીની કહાની સાંભળીને રાની મુખર્જી પ્રભાવિત
બોલીવુડની ફિલ્મ મર્દાનીના પ્રમોશનમાં સુરતની રિલય લાઈફની મર્દાની પોલીસ અધિકારીઓએ કપીલ શર્મા શોમાં પોતાની વાત કરી હતી.
રીલ અને રિયલ લાઈફની મર્દાનીઓ એક મંચ પર જોવા મળી હતી. સુરતનાં એસીપી મીની જોસેફે રાની મુખર્જી સામે 5 મર્દાનીની દિલધડક કહાની જણાવી હતી. કપિલે પૂછ્યું કે તમારા પતિ હેલ્મેટ વગર પાસે આવે તો, શો દરમિયાન સુરતના મહિલા એસીપી મીની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતાં. અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી, જે મારી સામે આ રીતે આવી શકે! ત્યારે રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ મર્દાની અંદાજ છે!. સુરત પોલીસમાં કાર્યરત એવી પાંચ મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા, અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો, સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરા પાડ્યા હતાં. આ પાંચ મર્દાનીની કહાની સાંભળીને ખુદ રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતાં.
રાની મુખર્જી અને સુરતની અસલી મર્દાનીઓ એકસાથે એક જ સ્ટેજ પર નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતાં. પોલીસ પરિવારોનો સંઘર્ષ અને પોલીસની રાત-દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

