Site icon hindtv.in

પાટણમાં બાંગ્લાદેશી મહિલાઓની તપાસમાં અનેક રહસ્ય

પાટણમાં બાંગ્લાદેશી મહિલાઓની તપાસમાં અનેક રહસ્ય
Spread the love

પાટણમાં બાંગ્લાદેશી મહિલાઓની તપાસમાં અનેક રહસ્ય
32 શંકાસ્પદમાંથી બે મહિલાઓ બાંગ્લાદેશી.
બનાવટી દસ્તાવેજો સાથે ગુજરાતમાં રહેતી હતી
ગુજરાતના જુનાગઢ અને સુરતમાં બે વખત લગ્ન કરેલા છે

ગુજરાતના પાટણમાંથી પકડાયેલ બાંગ્લાદેશી બે મુસ્લિમ યુવતીઓની તપાસમાં અનેક રહસ્ય અને નવા ખુલાસા થઈ રહ્યા છે.જેમાં સુલતાના ગુજરાતમાં આવી સ્વીટી અને બીજી બ્યુટીબહેગમ રીયા શાહ નામ ધારણ કર્યું હતું આ બંને તેમની કમાણીના પૈસા કલકત્તા ટ્રાન્સફર કરતા ત્યાંથી બાંગ્લાદેશ તેમનાં પરિવાર સુધી પહોંચતા હતા..

આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્રારા બાંગ્લાદેશી અને ઘૂસ્ણખોરોને પકડવા એક્શનમાં છે ત્યારે પાટણમાંથી પકડાયેલ બાંગ્લાદેશી બે મુસ્લિમ યુવતીઓની તપાસમાં અનેક રહસ્ય અને નવા ખુલાસા થઈ રહ્યા છે. આ યુવતીઓ રાજ્યમાં રોકાણ માટે લગ્ન કરવામાં પણ અચકાતી નહી. જેમાં સુલતાનાએ ગુજરાતમાં બે વખત લગ્ન કરેલાં છે. કલકત્તા ખાતે રહેતા બિહારનાં મોહમ્મદ અલી નામનાં શખ્સની મદદથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હોવાનું SOG ની તપાસમાં સામે આવ્યુ છે. પોલિસે હાલમાં બંને યુવતીઓને ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપનાર સહિત સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર ઘુસણખોરી કરેલ સુલતાના 2019 માં બાંગ્લાદેશથી પાસપોર્ટ પર ભારતમાં પ્રવેશ કર્યો હતો હૈદરાબાદ જુનાગઢ અને અમદાવાદ જેવા સ્થળે રહી હતી કોરોના સમયે 2020 માં કોલકતા થઈ ઢાકા પરત ફરી હતી 2022 માં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી બોર્ડર ક્રોસ કરી કોલકત્તા આવી હતી ત્યાંથી અમદાવાદ – જુનાગઢ અને પાટણ આવી હતી, પોલીસને તેની પાસેથી આધાર કાર્ડ મળ્યું છે જે સુરતમાં બનાવેલું છે આ સિવાય તેનું પાનકાર્ડ પણ મળ્યું છે તેણે ગુજરાતના જુનાગઢ અને સુરતમાં બે વખત લગ્ન કરેલા છે સુરત મહાનગરપાલિકા નું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ મળ્યું છે તેણે લગ્ન અને ડીવોર્સ અંગેની ત્રણેક એફિડેવિટ પણ કરેલી છે જે તેની પાસેથી મળી આવી છે તેના બાંગ્લાદેશમાં પણ લગ્ન થયેલા છે અને તેના ચાર સંતાનો છે, પોલીસ અધિક્ષક વી.કે નાયી એ જણાવ્યું હતું કે તેમની પાસેથી મળેલા દસ્તાવેજો વેરીફાઇવ કર્યા છે જેમાં બાંગ્લાદેશના પુરાવા સાચા છે

બાંગ્લાદેશી મહિલાઓના મોબાઇલમાંથી બાંગ્લાદેશના મોબાઈલ નંબરો મળ્યા છે તેણે વારંવાર વાત કરેલી છે તેના મોબાઈલમાંથી તેનો બાંગ્લાદેશનો પાસપોર્ટ મળ્યો છે જે જુલાઈ 2023 માં એક્સપાયર્ડ થયેલો છે તેનું બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યું છે. તેના માતા અને પિતાના બાંગ્લાદેશી આઈકાર્ડ મળ્યા છે. મોબાઇલમાંથી પોલીસને કોલ લોગ મળ્યા છે.. ફોન પે મારફતે તેની કમાણીની રકમ કોલકત્તામાં ટ્રાન્સફર કરી છે. કોલકાતાથી તેના પરિવાર સુધી આ પૈસા પહોંચતા હતા. કામ અર્થે બોલાવ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version