Site icon hindtv.in

સુરતમાં લુંટેરી દુલ્હનો સામે અનેક ફરિયાદ નોંધાઈ

સુરતમાં લુંટેરી દુલ્હનો સામે અનેક ફરિયાદ નોંધાઈ
Spread the love

સુરતમાં લુંટેરી દુલ્હનો સામે અનેક ફરિયાદ નોંધાઈ
બે યુવકો સાથે લગ્ન કરી લાખો પડાવી ભાગી છુટેલી લુંટેરી દુલ્હન
સોશિયલ મીડિયામાં બીજા લગ્નનો ફોટો અપલોડ કરતા જ પોલીસે ઝડપી

સુરતમાં લુંટેરી દુલ્હનો સામે અનેક ફરિયાદ નોંધાઈ ચુકી છે ત્યારે સુરતના બે યુવકો સાથે લગ્ન કરી લાખો પડાવી ભાગી છુટેલી લુંટેરી દુલ્હનએ સોશિયલ મીડિયામાં બીજા લગ્નનો ફોટો અપલોડ કરતા જ પોલીસે તેણીને ઝડપી પાડી છે.

સુરતની લસાકણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લૂંટેરી દુલ્હને બે યુવકો સાથે લગ્ન કરીને 3.50 લાખ રૂપિયાની રકમ પડાવી હતી. લૂંટેરી દુલ્હને બીજીવારના લગ્ન કરેલા ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં તેનો ભાંડો ફૂટ્યો હતો. પાસોદરા ગામે રહેતા રત્નકલાકારે લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દલાલ જુનાગઢના કમલેશ રાજા કમાણી અને લૂંટેરી દુલ્હન નાગપુરની સોનલ સંદીપ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ હાલમાં લૂંટેરી દુલ્હન જસદણ પોલીસના હાથે પકડાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે રત્નકલાકારે સોનલ નામની યુવતી સાથે લગ્ન કરવા દલાલ કમલેશ કમાણીને 1.70 લાખ રૂપિયાની રકમ આપી હતી. પછી તે ભાગી ગઈ હતી. પછી લૂંટેરી દુલ્હને જસદણમાં અન્ય એક યુવક પાસેથી 1.80 લાખ રૂપિયાની રકમ પડાવી 15મી તારીખે તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સોનલે સોશિયલ મીડિયામાં બીજા યુવક સાથે લગ્ન કરેલા ફોટા અપલોડ કર્યા હતા, જેના આધારે પકડાઈ છે. હાલ તો લસકાણા પોલીસે લુંટેરી દુલ્હનનો કબ્જો લઈ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version