Site icon hindtv.in

ભરૂચમાં 23 લાખનો દારૂ પકડાતા મનસુખ વસાવા આક્રમક

ભરૂચમાં 23 લાખનો દારૂ પકડાતા મનસુખ વસાવા આક્રમક
Spread the love

ભરૂચમાં 23 લાખનો દારૂ પકડાતા મનસુખ વસાવા આક્રમક
વોન્ટેડ બુટલેગર દિનેશ વસાવા મુદ્દે સાંસદના પ્રહાર
ધંધો બચાવવા બુટલેગરો ભાજપમાં આવ્યા

ભરૂચ એલસીબીએ ઝઘડિયા ચાર રસ્તા પાસે દમણથી રાજપીપળા જતો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી લીધો હતો. 22.55 લાખની 11,916 બોટલો અને ટેમ્પો મળી 32.57 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે

ભરૂચ સ્થાનિક ગુના શોધન શાખા એટલે કે LCBની ટીમે ઝઘડિયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દમણથી રાજપીપળા તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટેમ્પાને અટકાવીને તેની સઘન તલાશી લીધી હતી. 11,916 બોટલ દારૂ અને ટેમ્પો મળી 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટેમ્પાની તલાશી દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11,916 બોટલો મળી આવી હતી. જપ્ત કરવામાં આવેલા આ વિદેશી દારૂની કુલ કિંમત 22.55 લાખ આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે હેરાફેરીમાં વપરાયેલ ટેમ્પો અને અન્ય સાધન-સામગ્રી મળીને કુલ 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે

પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા દમણના એક બુટલેગરને સ્થળ પરથી જ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, નર્મદા જિલ્લાના દિનેશ વસાવા નામના ઈસમે આ દારૂનો જથ્થો દમણથી મંગાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને આ અગાઉ કેટલો દારૂ ઘૂસાડવામાં આવ્યો છે, તે અંગે ભરૂચ LCB અને ઝઘડિયા પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version