Site icon hindtv.in

ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાની લાલ આંખ

ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાની લાલ આંખ
Spread the love

ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાની લાલ આંખ
2 ટન પ્લાસ્ટિક જપ્ત, 70 માઇક્રોન પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ ઝડપાયું,
4 લાખનું પ્રતિબંધિત પ્લાસ્ટિક સીઝ કર્યું

ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ચિત્રા જીઆઈડીસીઅને સિંધુનગરમાં દરોડા પાડીને રૂ. 4 લાખની કિંમતનું 2 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક સીઝ કર્યું છે. ચિત્રા જીઆઈડીસી સ્થિત ‘શ્રીજી પેકેજિંગ’માંથી 70 માઇક્રોનના પ્લાસ્ટિક પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે,

જ્યારે સિંધુનગરના જીતેન્દ્ર જનરલ સ્ટોર્સ માંથી કાળા ઝબલા અને પ્લાસ્ટિકના વાસણો જપ્ત કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ અંગે સોલિડ વેસ્ટના અધિકારી ફાલ્ગુન શાહએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની આજે બે અલગ અલગ ટિમો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે, પાલિકાની ટીમે દરોડા પાડીને બંને સ્થળોએથી રૂ.4 લાખની કિંમતનું આશરે 2 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે., તંત્ર દ્વારા ચિત્રા GIDC સ્થિત ‘શ્રીજી પેકેજિંગ’ પર અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 70 માઇક્રોનની ઝબલા બેગ પર ‘120 માઇક્રોન’નું બોગસ પ્રિન્ટિંગ કરીને બજારમાં વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાંથી સ્થળ પરથી 1520 કિલો પ્લાસ્ટિક સીઝ કરાયું હતું. જ્યારે બીજી તરફ સિંધુનગર સ્થિત જીતેન્દ્ર જનરલ સ્ટોર્સ પર દરોડો પાડીને 450 કિલો પ્રતિબંધિત કાળા ઝબલા, પ્લાસ્ટિકની ચમચી અને વાટકા વગેરેનો જથ્થો જપ્ત કરાયો હતો

Exit mobile version