Site icon hindtv.in

માંડવી નગર ખાતે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો.

માંડવી નગર ખાતે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો.
Spread the love

માંડવી નગર ખાતે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો.
સાંસદ પ્રભુ વસાવાએ કાર્યક્રમ સાથે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી.

માંદિવં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી નગર ખાતે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ પ્રભુ વસાવા આ કાર્યક્રમ સાથે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી.

માંડવી નગર ભાર્ગવ સમાજની વાડી ખાતે આજરોજ ધારાસભ્ય કુવરજી હળપતિની અધ્યક્ષતામાં નરેન્દ્ર ભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ તમામ બુથોના કાર્યકરો સાથે નિહાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવએ સૌ કાર્યકરોને આવકાર્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ તુષાર પટેલે જણાવ્યું હતું કે, આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા છે જેને લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડી માહિતગાર કરવા જરૂરી છે જે યોજાનાર ચૂંટણીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીહળપતિએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ અનેક વિકાસલક્ષી કાર્ય કરેલ છે. જેને આવનારી ચૂંટણીમાં ચૂંટણીલક્ષી દરેક એજન્ડા ઘરે ઘરે સુધી પહોંચાડવા જરૂરી છે ત્યારબાદ ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું જેમાં 14 બુથોના તમામ કાર્યકરો પોતાના ઘરેથી ટિફિન લાવી સમૂહ ભોજન કર્યું હતું. અને એકબીજાના ટિફન માંથી ભોજન લઈ ખાધું હતું જેને કારણે સામાજિક સમરાસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે માંડવી નગરના પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

Exit mobile version