સુરતમાં મનિષ કુકરી ગેંગના સાગરીત ઝડપાયા
ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
અનીલસિંગ અનીલ છોટેલાલ ઠાકુરની ધરપકડ
કુખ્યાત મનિષ કુકરી ગેંગ વિરૂદ્ધ સરથાણા પોલીસ મથકમાં દાખલ થયેલ ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ શહેર વિસ્તારમાં ગુનાખોરી ડામવા સતત મેદાને છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે સુરતના સરથાણા પોલીસ મથકમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગ વિરૂદ્ધ નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા અનીલસિંગ ઉર્ફે છોટા ઉર્ફે અનીલ ભૈયો છોટેલાલ સિંગ ઠાકુરને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

