માંડવી પોલીસે વાંકલા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
કેળાની આડમાં દારૂની હેરાફેરી કરતું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું,
₹4.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો
માંડવી પોલીસ સ્ટેશન દ્વારા વાંકલા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નો જથ્થો પિકઅપ વાહનમાં કેળાની આડમાં સંતાડી લાવી હેરાફેરી કરવાના આંતરરાજ્ય નેટવર્ક નો પડદાફાર્શ કરી વિદેશી દારૂ ના જથ્થા સહિત 4,70,101 નો મુદ્દા માલ ઝડપી પાડતી માંડવી પોલીસ.
સુરત વિભાગના અધિક્ષક રાજેશ ગઢીયા સુરત ગ્રામ્ય દ્વારા ગેરકાયદેસરની થતી દારૂની હેરાફેરી તથા વેચાણ પ્રવૃત્તિને સદંતર નેસ્તનાબૂદ કરવાની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ જે અંતર્ગત પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયર માંડવી ના દિશા નિર્દેશ મુજબ માંડવી P I જયેશ વડવી ના નેતૃત્વમાં પોલીસની ટીમ પેટ્રોલિંગ માં હતી જેમાં તારીખ 1 . 9. 26 ના વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકપ ટેમ્પો નંબર GJ13 Aw 5501 માં કેળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વ્યારા કાકરાપાર રોડ થઈ માંડવી તરફ આવી રહી છે તેવી બાતમીના આધારે માંડવી પોલીસની ટીમે મોજે તરસાડા બાર ગામે ચાર રસ્તા પાસે મહેન્દ્રા બોલેરો પીકપ ટેમ્પો GJ 13 AW 5501 ની વોચમાં હતા એ દરમિયાન આ પીકઅપ ટેમ્પો કાકરાપાર જમણા કાંઠા નહેર પાસે વ્યારા થી માંડવી તરફ આવતા રોડની સાઈડ માં પલટી ખાઈ ગયેલ છે એવું જાણવા મળતા પોલીસ ટીમ આ જગ્યાએ જઈ તપાસ કરતા મહેન્દ્રા બોલેરો પીકપ રોડની સાઈડ એ પલટી ખાઈ ગયેલ હાલતમાં મળી આવેલ અને તેનો ડ્રાઇવર ક્યાંક નાસી ગયેલ હોય મળેલ ન હતો મહેન્દ્રા બોલેરો ટેમ્પોને તપાસ કરતા કેળાની લુમો તથા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો પૂઠાના બોક્સમાંથી વેર વિખેર પડેલ હોય ભેગો કરી મુદ્દા માલ કબજે કરવામાં આવેલ હતો જેની કુલ કિંમત 4,70,101 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ હતો. આ કામગીરીમાં P I જયેશ વડવી P S I કેવી પટેલ હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ તથા તેમની ટીમ કામગીરીમાં જોડાઈ ને સરાહનીય કામગીરી કરી હતી..

