Site icon hindtv.in

માંડવી પોલીસની તડકેશ્વરમાં ભાડા કરાર વગરના સંચાલકો પર કાર્યવાહી.

માંડવી પોલીસની તડકેશ્વરમાં ભાડા કરાર વગરના સંચાલકો પર કાર્યવાહી.
Spread the love

માંડવી પોલીસની તડકેશ્વરમાં ભાડા કરાર વગરના સંચાલકો પર કાર્યવાહી.
જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી.
સંચાલકો ઉપર કાર્યવાહી કરી ચારની ધરપકડ.

માંડવી પોલીસે તડકેશ્વરમાં ભાડા કરાર વગરના સંચાલકો પર કાર્યવાહી. જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ માંડવી પોલીસે તડકેશ્વર વિસ્તારમાં ભાડા કરાર વગર મકાન ભાડે આપતા સંચાલકો ઉપર કાર્યવાહી કરી ચારની ધરપકડ કરવામાં આવી હતી

સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભાડા કરાર જાહેરનામું પાડવામાં આવેલ હતું જે અનુસંધાને જિલ્લા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા સુરતના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત માંડવી પોલીસ તંત્રના પીઆઈ સી બી ચૌહાણ દ્વારા તડકેશ્વર આઉટ પોસ્ટ માં અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તડકેશ્વર વિસ્તારમાંથી ભાડા કરાર વગર મકાન ભાડે આપતા ચાર ઈસમો ધરપકડ કરી હતી. જેમાં કિશોરસિંહ દિલીપસિંહ રાજપુત, નરેશકુમાર અત્તરસિંહ ચૌહાણ, રાજીવકુમાર જીયાલાલ ચૌહાણ, ગોપાલસિંહ ઉર્ફે ગોવિંદભાઈ રાજપૂત ની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હા કામગીરીમાં તડકેશ્વર આઉટપોસ્ટ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એન જાદવ તથા તેમની ટીમ જોડાઈ હતી….

Exit mobile version