Site icon hindtv.in

માંડવી નગર ભાજપ તથા યુવા મોરચા દ્વારા બાઇક રેલી

માંડવી નગર ભાજપ તથા યુવા મોરચા દ્વારા બાઇક રેલી
Spread the love

માંડવી નગર ભાજપ તથા યુવા મોરચા દ્વારા બાઇક રેલી
અજીતસિંહ સુરમાના હસ્તે તમામ વોર્ડ માં બાઇક રેલીનું પ્રસ્થાન

માંડવી નગર ભાજપ તથા યુવા મોરચા દ્વારા માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સુરમાના હસ્તે માંડવી નગરના તમામ વોર્ડ માં બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું.

માંડવી નગરના આશાપુરા માતાના મંદિરથી માતાજીના આશીર્વાદ લઇ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ રેલી તમામ વોર્ડમાં ગલીએ ગલીએ તેમજ સોસાયટીઓમાં ભારતીય જનતા પાર્ટીના નારા સાથે જનસંપર્ક અને વિજયના વિશ્વાસ સાથે વિજય સંકલ્પ બાઈક રેલીનુંભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું પ્રસ્થાન માંડવી નગર ભાજપના પ્રભારી અજીતસિંહ સુરમાંજી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ ઉમેદવારો તેમજ સંગઠનના સૌ પદાધિકારીઓ, યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો, નગરજનો બાઈક રેલીમાં જોડાયા હતા. જેના કારણે સમગ્ર નગર ભગવામય બનવા પામ્યુ હતું. અને ભારત માતાકી જય ,વંદે માતરમના નારાથી આખું નગર ગુજી ઉઠ્યુ હતું. અને કાર્યકરોમાં નવો જોમ પૂર્યો હતો. આ રેલી પ્રસ્થાન ધારાસભ્ય કુંવરજી હળપતિના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સુરત જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી નગરના ચૂંટણી કન્વીનર નટુભાઈ રબારી, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, વિજયભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો ,યુવા મોરચાના હોદ્દેદારો બુથ પ્રમુખો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version