માંડવી નગરપાલિકા દ્વારા દુકાનદારોની પ્લાસ્ટિકની કોથળી જપ્ત કરાય
17 કિલો તેમજ રૂપિયા 14000 દંડ પેટે વસૂલવામાં આવ્યા
માંડવી પાલિકા દ્વારા પ્લાસ્ટિકની કોથળી જપ્ત કરવામાં આવી હતી જેમાં 17 કિલો તેમજ રૂપિયા 14000 દંડ પેટે વસૂલવામાં આવ્યા
માંડવી નગરપાલિકા દ્વારા નગરના દુકાનદારો તથા વેપારીઓ ની દુકાનો પર ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ તથા તેમની ટીમ દ્વારા તા.19 ડિસેમ્બરથી આજ દિન સુધી માંડવી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક જપ્તીની કામગીરીમાં હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ પ્લાસ્ટિક 17 કીલો પ્લાસ્ટિકની કોથળીઓ જપ્તી કરવામાં આવેલ છે જેમાં કુલ રૂપિયા 14000 દંડ પેટે વસુલ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં પર પ્લાસ્ટિક જપ્તીની કામગીરી ચાલુ રહેશે…

