Site icon hindtv.in

માંડવી : કોપરના કેબલ વાયરોની ચોરી મામલો

માંડવી : કોપરના કેબલ વાયરોની ચોરી મામલો
Spread the love

માંડવી : કોપરના કેબલ વાયરોની ચોરી મામલો
માંડવી પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યો

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોલર પાર્કમાંથી કોપરના કેબલ વાયરોની થયેલ ચોરીના ગુના શોધી કાઢી મુદ્દામાલ સહિત ત્રણ આરોપીઓને પકડી પાડતી માંડવી પોલીસ.

નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી હિતેશકુમાર જોઈસર સુરત ગ્રામ્ય દ્વારા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના અપાય હતી.જે અનુસંધાને બી કે વનાર વિભાગીય અધિકારીના માર્ગદર્શન હેઠળ માંડવીના પીઆઈ એ એસ ચૌહાણ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ શરૂ કરી હતી. માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ એ એસ ચૌહાણ ની સૂચના મુજબ તારીખ 8/7/ 2025 ના રોજ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સાધન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી થકી રોસવડ ગામની સીમમાં આવેલ ટાંકી ફળિયામાં પાછળના ભાગે સાત જેટલા ઈસમો કામરેજ તાલુકાના કરજણ ગામે ખાતે આવેલ સોલર પાર્ક માંથી ચોરેલ વાયરો માંથી કોપર અલગ કરતા હોવાની માહિતી મળેલ જે માહિતી ના આધારે માંડવી પી.આઈ એ એસ ચૌહાણ તેઓના સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ જગ્યાએ ત્રણ ઇસમો હાજર મળી આવેલ હતા . અન્ય ઈસમો સ્થળ પરથી નાસી ગયેલ હતા.આ આરોપી પાસેથી કોપરના વાયર તથા અર્ધબળેલ કોપર વાયર નો જથ્થો બાબતે આધાર પુરાવાની માંગણી કરતા. જે રજૂ કરેલ ના હોય આ કોપર ના વાયર તથા અર્ધબળેલ વાયર નો જથ્થો ચોરીથી અથવા છળકપટ થી મેળવેલ હોવા નું જણાયેલ હતું. કૂલ મુદ્દા માલ ₹1,32,000 સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી

Exit mobile version