Site icon hindtv.in

માંડવી-બારડોલી માર્ગ ત્રણ દિવસથી બંધ

માંડવી-બારડોલી માર્ગ ત્રણ દિવસથી બંધ
Spread the love

માંડવી-બારડોલી માર્ગ ત્રણ દિવસથી બંધ
મુંઝલાવ ગામ નજીક લો-લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યાં,
વાહન ચાલકોને લાંબો ફેરો ફરવો પડે છે

સુરત જિલ્લાના માંડવીના મુંઝલાવ ગામ નજીક લો-લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યાં

સુરત જિલ્લાના માંડવીના મુંઝલાવ ગામ નજીક લો-લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યાં છે જેથી માંડવી -બારડોલી તાલુકાને જોડતો માર્ગ ત્રણ દિવસથી બંધ છે. માંડવીથી બારડોલી અને બારડોલીથી માંડવી તાલુકામાં આવવા લાંબો ફેરાવો ફરવા વાહન ચાલકો મજબુર બન્યા છે. સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે માંડવી -બારડોલી તાલુકાને જોડતો માર્ગ ત્રણ દિવસથી બંધ છે. માંડવીના મુંઝલાવ ગામ નજીક લો-લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યાં છે. માંડવી ઉશકેર મુંઝલાવ વાયા બારડોલી બોધાન માર્ગ વાહન ચાલકો માટે ઉપયોગી માર્ગ છે. પરંતુ મુંઝલાવ ગામે ત્રણ દિવસથી વાવ્યા ખાડીના પાણી ફરી વળતા આ માર્ગ બંધ છે. માંડવીથી બારડોલી અને બારડોલીથી માંડવી તાલુકામાં આવવા લાંબો ફેરાવો ફરવા વાહન ચાલકો મજબુર બન્યા છે. દર ચોમાસામાં આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા નવા બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે પરંતુ હાલ માંડવી- મુંઝલાવ વાયા બોધાન -બારડોલી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ છે. માંડવી તાલુકાનો 34 મિમી નોંધાવા પામ્યો છે.

Exit mobile version