Site icon hindtv.in

માંડવી વકીલમંડળનો ગુજરાત ભાડા કરાર-2026નો વિરોધ

માંડવી વકીલમંડળનો ગુજરાત ભાડા કરાર-2026નો વિરોધ
Spread the love

માંડવી વકીલમંડળનો ગુજરાત ભાડા કરાર-2026નો વિરોધ
કોર્ટ કામગીરીથી અળગા રહેવાનો ઠરાવ કરાયો

માંડવી તાલુકા વકીલમંડળ દ્વારા ગુજરાત ભાડા કરાર 2026 નો સખત વિરોધ નોંધાવી કોર્ટ કામ થી અડગા રહેવાનો ઠરાવ કરાયો

આજરોજ માંડવી તાલુકા, જી. સુરત વકીલ મંડળની કાઉન્સીલ સભ્યશ્રીઓની બેઠક મળેલ, જેમાં ગુજરાત ભાડા વિધેયક 2026 નાં નવા કાયદાનાં અમલ કરવાના કારણે ગુજરાત રાજય ખાતેની તમામ પ્રજા તથા વકીલથીઓને ખુબ જ મુશ્કેલી અને તકલીફ પડે તેવા સંજોગો ઉભા થયેલ છે. તેથી આ ગુજરાત ભાડા વિધેયક – ૨૦૨૬નાં નવા કાયદાનો વિરોધ કરવા માટે માંડવી તાલુકા જી. સુરત વકીલ મંડળ દ્વારા સમગ્ર ગુજરાતનાં વકીલશ્રીઓ તથા પક્ષકારોનાં હિતમાં કરવામાં આવે છે જેના વિરોધમાં તારીખ : ૦૧/૧૦/૨૦૨૬ તથા તારીખ : ૦૩/૧૦/૨૦૨૬ તમાસ વકીલશ્રીઓને કોર્ટ કારથી અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ઠરાવને કારણે જો કોઈ વીલશ્રી કે પક્ષકાર કોર્ટ સમક્ષ ઉપસ્થિત ન રહી શકે તો તેમની ગેરહાજરીના કારણે કોઈપણ કેસમાં એકતરફી હુકમ, કેસ રદ કરવો કે વોરંટ /સમન્સ ઈશ્યુ કરવા જેવા હુકમો ન કરવા માટે આપ સાહેબશ્રી તથા આપની તાબા હેઠળની તમામ અદાલતોને યોગ્ય સૂચના આપવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે..

Exit mobile version