Site icon hindtv.in

માંડવી રેતી ભરેલી ટ્રક ઝડપાઈ,

માંડવી રેતી ભરેલી ટ્રક ઝડપાઈ,
Spread the love

માંડવી રેતી ભરેલી ટ્રક ઝડપાઈ,
રૂ.10 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલાલતીર્થમાં રેતીમાફિયાઓ સામે દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા માં સાદી રેતી ભરેલી ટ્રક ઝડપાઈ, રૂ.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી

માંડવી માંડવીના બલાલતીર્થ ગામે બસ સ્ટેન્ડ નજીક પસાર થતી રેતી ભરેલી ને તાપી જિલ્લામાંથી આવતી ટ્રકના ડ્રાઈવર પાસે સુરત ભૂસ્તર વિભાગના અધિકારીઓએ રોયલ્ટી સહિતના પુરાવા માંગ્યા હતા. પરંતુ ટ્રકચાલક પાસે પુરાવા ન હોવાથી ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરતાં રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. આ ગેરકાયદે ઝડપાયેલી ટ્રકમાં સાદી રેતી હોવાથી જેની અંદાજિત કિ.રૂ.10 લાખનો મુદામાલ કબજે લઈ દંડની કાર્યવાહી કરી હતી. ભૂસ્તર વિભાગના અધિકારીઓ ની સૂચના મુજબ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે રેતી માટી ખનન ની પ્રવૃત્તિ કરનારા સામે લાલ આંખ કરાતા રેતી માફિયાઓમાં ફાફડાટ સાથે સન્નાટો વ્યાપી જવા પામેલ છે.

Exit mobile version