બારડોલીના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો લડતના મૂડમાં
ડતર માંગોને લઇને આજે મામલતદારને આવેદન આપ્યું
૧ નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવાનું એલાન કર્યું
બારડોલી તાલુકાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ હવે લડતે ચડ્યા છે. પડતર માંગોને લઇને આજે બારડોલી મામલતદાર ને આવેદન આપ્યું હતું.
સુરત જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકો હવે સરકાર સામે લડતનો માર્ગ અપનાવ્યો છે. તેમની લાંબા સમયથી પડતર માગણીઓનો ઉકેલ નહી આવતા આક્રમક વલણ અપનાવ્યું છે. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર બારડોલી તાલુકા એસોસિએશન’ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશને નવેમ્બર માસના જથ્થાના ચલણ નહી ભરવા અને તા. ૧ નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવાનું એલાન કર્યું છે. કમિશન દરમાં વધારો, પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલની જોગવાઈ ની માંગ ઉઠી છે.
સમિતિના સભ્યોના 80 % બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવા પણ માંગ ઉઠી છે. ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને વર્ષો જૂની માગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરાઈ હતી. જોકે, હજી સુધી કોઈ સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળ્યો નથી. તેમની મુખ્ય માગણીઓમાં સમયસર કમિશનની ચુકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ સામેલ છે.આ લાંબી રજૂઆતો છતાં માગણીઓનો નિકાલ ન આવતા, ગુજરાત રાજ્યના બંને સંગઠન દ્વારા સંયુક્ત રીતે આંદોલનનો નિર્ણય લેવાયો છે

