રાજકોટ નારી સંરક્ષણ ગૃહમાં ગેરરીતિનો પર્દાફાશ
પૂર્વ મેનેજર ગીતા ચાવડા સામે લાગ્યા ગંભીર આક્ષેપ
ગીતા ચાવડા પર અમાનવીય વ્યવહારનો આક્ષેપ
રાજકોટ નારી સંરક્ષણ ગૃહમાં ભૂતકાળમાં રહેતી અને હાલ સંરક્ષણ ગૃહ છોડી ચૂકેલી બે યુવતીઓએ તત્કાલીકન મહિના મેનેજર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
રાજકોટ નારી સંરક્ષણ ગૃહમાં ભૂતકાળમાં રહેતી અને હાલ સંરક્ષણ ગૃહ છોડી ચૂકેલી બે યુવતીઓએ તત્કાલીકન મહિના મેનેજર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા મેનેજર નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓ પાસે માલિશ કરાવવાનું અને ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. અહીં રહેતી યુવતીને જ્યારે તેના સંબંધી મળવા આવે તો તેના પાસેથી પૈસા લેવાતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. નોંધનીય છે કે, મહિલા મેનેજર સામે આક્ષેપો થતા એક મહિના પહેલા જ તેને છુટા કરી દેવાયા હતા. આક્ષેપ કરનારી યુવતીઓએ તત્કાલીન મહિલા મેનેજરની મિલકતને લઈ પણ સવાલો ઉઠાવ્યા છે અને તપાસની માગ કરી છે. આ બાબતે નારી સંરક્ષણ ગૃહના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહને બદનામ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અમે રાજકોટના નારી સંરક્ષણ ગૃહમાં અલગ અલગ સમયે આશ્રિત મહિલાઓ હતી તેમજ અમારા પૈકી કેટલીક મહિલાઓએ ત્યા નોકરી પણ કરેલ હતી. તે દરમ્યાન ત્યાના મેનેજર ગીતાબેન પિયુષભાઈ ચાવડા દ્વારા અમારી સાથે કરવામા આવેલા અત્યાચાર તેમજ પડાવવામાં આવેલા નાણા બાબતે અમે દરેક મહિલાઓની અલગ અલગ હકીકત છે. અમે પોત પોતાના સંસારમા હાલ સેટ થઈ ગયા હોય અમારી ઓળખ ગુપ્ત રહે તે રીતે ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામા આવે તો ઘણા મોટા કૌભાંડ બહાર આવે તેમ છે અને અમો પિડીત મહિલાઓને ન્યાય મળે તેમ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
