Site icon hindtv.in

ભેસ્તાનમાં એરગન સાથે રીલ બનાવવી યુવકને પડી ભારે,

ભેસ્તાનમાં એરગન સાથે રીલ બનાવવી યુવકને પડી ભારે,
Spread the love

ભેસ્તાનમાં એરગન સાથે રીલ બનાવવી યુવકને પડી ભારે,
વીડિયો વાયરલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં યુવક સામે કરી કાર્યવાહી.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર રોફ જમાવવાના ચક્કરમાં એક યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. એર-ગન સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર દબદબો બતાવવો યુવકને ભારે પડ્યો છે. વીડિયો સામે આવતાં જ ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં યુવક સામે કાર્યવાહી કરી છે.

સોશિયલ મીડિયા પર લાઈક અને વ્યુઝ મેળવવા માટે યુવકો જોખમી હરકતો કરતા અચકાતા નથી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકે એર-ગન સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સોશિયલ મીડિયા પર હથિયાર જેવા દેખાતા સાધનો સાથે રોફ જમાવનારાઓ માટે આ કાર્યવાહી લાલબત્તી સમાન બની છે.

Exit mobile version