Site icon hindtv.in

સુરતમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી

સુરતમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી
Spread the love

સુરતમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી
સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો
એન્ટી નાર્કોટિક્સ વિંગ સેક્ટર-1ની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાંથી એન્ટી નાર્કોટીક્સ વિંગ સેક્ટર વનની ટીમે ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બલરામ મીણાની એન્ટી નાર્કોટીક્સ વીંગ સેક્ટર વનની ટીમેપીઆઈ કેડી ભીમાણી તથા પીએસઆઈ જેજી ચારણના માર્ગદર્શન હેઠળ અનવર નગર ખાતે રહેતા નુર નિયાઝુ શેખના ઘરે જઈ દરોડા પાડતા ત્યાંથી નુર નિયાઝુ શેખ અને ફૈઝલ રફીક શેખ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતાં. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ અને રોકડ સહિત 79 હજારથી વધુની મત્તા કબ્જે કરી ઈરફાન અનેસમીર નામના ઈસમોને  વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Exit mobile version