Site icon hindtv.in

સુરતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી

સુરતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી
Spread the love

સુરતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી
ડીસીપી ઝોન-6 એલસીબી ટીમે ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
“નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી

સુરતના ડીસીપી ઝોન 6ની એલસીબીની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા નાર્કોટીક્સની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા અને યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બગડીયાના નેજા હેઠળ નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારની એલસીબી ઝોન 6ની ટીમ પીઆઈ પીએલ વાઘેલા અને પીએસઆઈ એલએચ મસાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પરસોત્તમભાઈને મળેલી બાતમીના આધારે ડિંડોલી મધુરમથી ચલથાણ કેનાલ રોડ પાસેથી પસાર થતા ગિરીશ ઉર્ફે બાડો મારવાડી અને વિકાસ ઉર્ફે ભૈયા વાંસફોડીયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી ગાંજાનો જથ્થો, બાઈક, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 8 લાખ 47 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version