Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ‘ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ મોટી કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચની ‘ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ મોટી કાર્યવાહી
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ‘ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ મોટી કાર્યવાહી
સગરામપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સગરામપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે પેડલરોને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાંથી નશાના કાળા કારોબારને નેસ્ત નાબુદ કરવા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે સગરામપુરા સિમ્ગા સ્કુલ પાસેથી એમડી ડ્રગ્સના જત્થા સાથે સરવરખાન ઉર્ફે શાહરૂખ પઠાણ અને ઉજેફ શેખને ઝડપી પાડી તેઓ પાસેથી 50 હજારથી વધુનો એમડી ડ્રગ્સ તથા મોબાઈલ, મોપેડ સહિત 1.96 લાખની મત્તા કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version