Site icon hindtv.in

સુરત એસઓજીની મોટી કાર્યવાહી

સુરત એસઓજીની મોટી કાર્યવાહી
Spread the love

સુરત એસઓજીની મોટી કાર્યવાહી
ડિંડોલીમાંથી અફીણના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ
‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન હેઠળ 3 આરોપી ઝડપાયા

સુરત એસઓજીની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ડિંડોલી વિસ્તારમાંથી અફીણના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ એસઓજીના ડીસીપી નકુમની આગેવાનીમાં એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ડિંડોલીના દેલાડવા ગામ વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતાં. જ્યાંથી ત્રણ આરોપઓ ભેરારામ માધારામ બિશ્નોઈ, મહેન્દ્રસિંહ રાવતસિંહ  રાજપુત અને રૂગારામ સેશારામ જાટને ઝડપી પાડી તેઓ પાસેથી 8.49 લાખથી વધુની કિંમતનો 1 કિલો 698 ગ્રામ અફીણનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત 4 લાખ 1 હજાર 500 રોકડા, બે મોબાઇલ ફોન, ઇલેક્ટ્રિક વજનકાંટો અને ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ સહિત 12 લાખ 91 હજાર 500નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની પૂછપરછમાં કરતા તેઓએ કબુલાત કરી હતી કે શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચમાં અફીણ ખરીદી ડિંડોલી વિસ્તારમાં છૂટક ગ્રાહકોને વેચાણ કરતા હતાં.

Exit mobile version