Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
ચકચારિત હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો
ઉધના પોલીસ મથકના હત્યા કેસમાં આરોપી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા ચકચારિત હત્યા કેસમાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ ને ઝડપી પાડી તેનો કબ્જો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તહેવારોને લઈ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગત જુલાઈ મહિનામાં ઉધના પોલીસ મથકની હદમાં જાવેદ શાની થયેલી ચકચારિત હત્યા કેસમાં માસ્ટર માઈન્ડ ઈમરાન ઉર્ફે માનસિક તાજ ખાનની ધરપકડ કરી હતી. આ હત્યાકાંડમાં અગાઉ વિશાલ ઉર્ફે પેચીયા શીરસાઠ, હર્ષ ઉર્ફે પપ્પી વાઘેલા અને વિક્કી ઉર્ફે લક્કી તાયડેની પોલીસે ધરપકડ કરતા હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ ઈમરાન ઉર્ફે માનસિક હોવાની કબુલાત કરી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version