Site icon hindtv.in

બીલીમોરામાં નવસારી ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી

બીલીમોરામાં નવસારી ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી
Spread the love

બીલીમોરામાં નવસારી ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી
અંબિકા નદીના તટ પર દરોડા લાખોનો મુદ્દામાલ જપ્ત

બીલીમોરામાં નવસારી ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કરતા અંબિકા નદીના તટ પર દરોડા પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી છે

નવસારી જિલ્લા ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી અધિકારીને બાતમી મળી હતી કે બીલીમોરા પાસેથી પસાર થતી અંબિકા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નદીના તટ પરથી રેતી કાઢવા માટે વપરાતું ૧ બાઝ મશીન અને ૨ રેતી ગાળવાના મશીનો મળી આવ્યા હતા. તંત્રએ તાત્કાલિક ધોરણે આ મશીનરી જપ્ત કરી હતી, જેની બજાર કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા આંકવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી અધિકારીએ આ મામલે બીલીમોરાના ઓડનગરમાં રહેતા અભય કિરણ ઓડ નામના શખ્સ સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી નદીના પટમાં ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version