Site icon hindtv.in

સુરતની મહિધરપુરા પોલીસે અરજદારને મોબાઈલ પરત અપાયો

સુરતની મહિધરપુરા પોલીસે અરજદારને મોબાઈલ પરત અપાયો
Spread the love

સુરતની મહિધરપુરા પોલીસે અરજદારને મોબાઈલ પરત અપાયો
ઓટો રીક્ષામાં ભુલાઈ ગયેલો મોબાઈલ ફોન ગણતરીના કલાકોમાં શોધ્યો
અરજદારને તેરા તુજ કો અર્પણ અંતર્ગત પરત અપાયો

સુરતની મહિધરપુરા પોલીસે ઓટો રીક્ષામાં ભુલાઈ ગયેલો મોબાઈલ ફોન ગણતરીના કલાકોમાં શોધીને અરજદારને તેરા તુજ કો અર્પણ અંતર્ગત પરત અપાયો હતો.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા અધિક પોલીસ કમિશ્નર બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર રાધવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશ્નર આરઆર આહીર નાઓએ પ્રજાજનને મદદરૂપ થઇ પ્રજાજનનાં પ્રશ્નોનુ ઉકેલ લાવવા સુચના આપી હોય ત્યારે 7મી એપ્રિલના રોજ સવારના સમયે શ્યામુ શીવકુમાર નામના અરજદાર મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોતે માર્કેટનુ કામ પુર્ણ કરી સહારા દરવાજાથી ઓટો રીક્ષામાં બેસીને દિલ્લીગેટ પાસે બીઆરટીએસ બસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે રીક્ષામાં મોબાઈલ ફઓન ભુલી ગયો હોવાનુ જણાવતા પીઆઈ ડીયુ બારડ તથા સેકન્ડ પીઆઈ યુજે જોષી ની સુચનાને લઈ એએસઆઈ તેજસકુમાર તથા પૃથ્વીરાજસિંહ, અહેકો વિપુલકુમારએ સમગ્ર માહિતી લઈ તપાસ હાથ ધરી 30 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રીક્ષાની ઓળખ કરી રીક્ષામાં ભુલાઈ ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલિક શ્યામુ શીવકુમારને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતગર્ત પરત કરતા તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

Exit mobile version