સુરતની મહિધરપુરા પોલીસે અરજદારને સાડીના પોટલાં પરત કર્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની મહિધરપુરા પોલીસે અરજદારને સાડીના પોટલાં પરત કર્યા
ઓટો રીક્ષામાં ભુલાઈ ગયેલો સાડીઓ ભરેલ થેલાને શોધી આપ્યા
અરજદારને તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરાયો

સુરતની મહિધરપુરા પોલીસે ઓટો રીક્ષામાં ભુલાઈ ગયેલો સાડીઓ ભરેલ થેલાને ગણતરીના કલાકોમાં શોધીને અરજદારને તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરાયો હતો.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા અધિક પોલીસ કમિશ્નર બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર રાધવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશ્નર આરઆર આહીર નાઓએ પ્રજાજનને મદદરૂપ થઇ પ્રજાજનનાં પ્રશ્નોનુ ઉકેલ લાવવા સુચના આપી હોય ત્યારે 7મી એપ્રિલના રોજ સવારના સમયે વલસાડથી નીલમબેન પાંડે ખરીદી કરવા સુરત આવ્યા હતા અને બોમ્બે માર્કેટમાં ખરીદી કર્યા બાદ રેલ્વે સ્ટેશને રિક્ષામાં ગયા હતા જ્યાં તેઓ રિક્ષામાં જ સાડી ભરેલો થેલો ભુલી ગયા હોય જે અંગે મહિધરપુરા પોલીસ મથકે જઈ મહિલાએ પોતાની આપવીતી કહેતા જ પીઆઈ ડીયુ બારડ તથા સેકન્ડ પીઆઈ યુજે જોષી ની સુચનાને લઈ એએસઆઈ તેજસકુમાર તથા પૃથ્વીરાજસિંહ, અહેકો ધર્મેશભાઈએ સમગ્ર માહિતી લઈ તપાસ હાથ ધરી 20 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રીક્ષાની ઓળખ કરી રીક્ષામાં ભુલાઈ ગયેલ સાડીનો થેલો શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતગર્ત મુળ માલિક નિલમબેન પાંડેને પરત કરતા તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *