Site icon hindtv.in

લ્યો બોલો – ફિઝિકલ વાહન વગર ફિટનેસ સર્ટિ આપ્યા

લ્યો બોલો - ફિઝિકલ વાહન વગર ફિટનેસ સર્ટિ આપ્યા
Spread the love

લ્યો બોલો – ફિઝિકલ વાહન વગર ફિટનેસ સર્ટિ આપ્યા
29 વાહનોને ખોટા સર્ટિફિકેટ આપી દેવાનું કૌભાંડ
વડોદરાના સાંકરડા એમડી. મોટર્સ ફિટનેસ સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ

વડોદરા પાસે આવેલ સાંકરદા ગામે એમ.ડી. મોટર્સ ફિટનેસ સેન્ટર દ્વારા વાહનોના બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાનો ખુલાસો તપાસમાં સામે આવતા આખરે ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા તેનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા 29 વાહનોને ખોટા ફિટનેસ આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

વડોદરા નજીક આવેલ સાંકરદા ખાતે આવેલ એમ ડી મોટર્સના સંચાલક દ્વારા ફિઝિકલ વાહન વગર તે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપ્યાં હોવાની માહિતી ટ્રાન્સપોર્ટ કચેરીને મળતા તે અંગે ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા એમ.ડી મોટર્સમાં ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા MD મોટર્સના સંચાલકે અત્યાર સુધીમાં 29 વાહનોના સર્ટિફિકેટ બારોબાર આપી દીધા હોવાનું કૌભાંડ સામે આવ્યું આવ્યું છે. અન્ય ફિટનેસ સેન્ટરોમાં પણ ગેરરીતિ થતી હોવાની લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે ત્યારે તેઓ સામે પણ યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. આ અંગેની તપાસ બાદ સંપૂર્ણ રિપોર્ટ કચેરીના અધિકારીઓને મળતા અધિકારીઓએ એમ ડી મોટર્સનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો. ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા કરાયેલા હુકમને લઈને અન્ય ફિટનેસ સેન્ટરના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ આખા કૌભાંડમાં સંચાલકે 29 વાહનોના ફિટનેસ સર્ટિ ખોટા ઇશ્યૂ કરાયા હોવાનું સામે આવ્યું છે અને જેમાં મોટા ભાગના વાહનનો રાજ્ય બહારના હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં ફિટનેસ માટે વડોદરામાં પાંચ સેન્ટર આવેલા છે જે તમામ ખાનગી છે. હાલમાં વાહન દીઠ 1000 રૂપિયા ચાર્જ છે જેની સામે ખોટા સર્ટિ માટે હજારો રૂપિયા વસુલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ખાનગીકરણને લઈ તમામ સેન્ટરો કમિશનર કચેરી હેઠળ આવે છે. જેથી સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. ત્યા રે આવી ગેરરીતિ અન્ય ફિટનેસ સેન્ટરોમાં પણ થતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે અન્ય ફિટનેસ સેન્ટરો સામે કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે ? ખોટા સર્ટિફિકેટ આપનાર ફિટનેસ સંચાલક સામે ફરિયાદની કાર્યવાહી થશે કે કેમ કેમ ? તે પણ એક મોટો સવાલ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version