Site icon hindtv.in

કઠલાલમાં પટેલની દીકરી અને રબારીના દીકરાના પ્રેમ લગ્નનો મામલો.

કઠલાલમાં પટેલની દીકરી અને રબારીના દીકરાના પ્રેમ લગ્નનો મામલો.
Spread the love

કઠલાલમાં પટેલની દીકરી અને રબારીના દીકરાના પ્રેમ લગ્નનો મામલો.
પ્રેમ લગ્નની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા
દીકરીની માતાએ દીકરીને પરત લાવવા માંગ કરી

ગુજરાતમાં હજુ તો કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમ્યો નથી, ત્યાં સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થતા રાજ્યમાં ચર્ચા જગાવી છે. કઠલાલતાલુકાના લસુંદ્રા ગામના પાટીદાર પરિવારે પોતાની દીકરીના લગ્ન બાદ ભારે આક્રોશ અને દુઃખ વ્યક્ત કર્યું છે. દીકરીની માતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રબારી સમાજના આગેવાનોને પોતાની દીકરી પરત મેળવવા માટે ભાવુક અપીલ કરી છે.

મળતી માહિતી મુજબ લસુંદ્રા ગામના રેણુકાબેન અનિલભાઈ પટેલની દીકરી પલક દરરોજની જેમ કોલેજ જવા નીકળી હતી. જોકે, સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે સ્થાનિક સ્તરે અને સગા-સંબંધીઓમાં દીકરીની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ પલકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પલકે રબારી સમાજના યુવક પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે. માતાને મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતાં જાણ થઈ હતી. પ્રેમ લગ્નની ઘટનાના ગુજરાતમાં ભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દીકરીના આ અચાનક પગલાથી આઘાતમાં સરી પડેલા માતા રેણુકાબેને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે પોતાની વેદના ઠાલવતા સ્પષ્ટ કર્યું છે કે, તેમની દીકરીએ કરેલા આ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ છે.

તેમણે મક્કમતાથી જણાવ્યું કે તેઓ આ સંબંધનો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર કરવા તૈયાર નથી. રબારી સમાજના આગેવાનો અને વડીલોને સંબોધીને તેમણે નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરીને હેમખેમ પરત સોંપવામાં આવે. માતાની આ આજીજીએ સોશિયલ મીડિયા પર લોકોની સંવેદનાઓ જગાડી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version