Site icon hindtv.in

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને નુકશાન

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને નુકશાન
Spread the love

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને નુકશાન
ઓલપાડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખેડૂતોને થયેલ નુકશાનીનુ વળતર આપવા માંગ કરી

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકશાન થયુ છે. ત્યારે ઓલપાડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને થયેલ નુકશાનીનુ વળતર આપવા માંગ કરી હતી.

સુરતના ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી પત્ર લખ્યો હતો. કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને થયેલ નુકશાની અંગે જાણ કરાઈહ તી. અને જણાવાયુ હતુ કે ઓલપાડ તાલુકામાં 15 થી 18 હજાર હેકટરમાં ડાંગરનું વાવેતર થાય છે. સાથે કઠોર, શાકભાજી પણ થાય છે જે તમામને કમોસમી વરસાદના કારણે નુકશાન થયુ હોય જેથી નુકસાનીનો સર્વે કરવા રજુઆત કરાઈ હતી. અને ઝડપથી સર્વે કરાવી નુકશાની વળતર ચુકવવા પત્ર લખ્યો હતો. મહત્વ નું છે કે નવા વર્ષથી સતત વરસાદ વર્ષ્યો હતો. જેના કારણે ઓલપાડ તાલુકામાં ડાંગર ના પાક ને સૌથી વધુ નુકસાન થયું છે.

Exit mobile version