Site icon hindtv.in

નવસારી શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા

નવસારી શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા
Spread the love

નવસારી શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા
ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ (ફૂટ માર્ચ) યોજવામાં આવ્યું

નવસારી શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાના આયોજનને ધ્યાનમાં રાખીને નવસારી ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ (ફૂટ માર્ચ) યોજવામાં આવ્યું.

નવસારીમાં રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થાય તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે હેતુથી પોલીસના અધિકારીઓ ટાઉન પીઆઈ કે.ડી.નકુમ સહિત પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ, જવાનોએ શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કર્યું હતું.

સાથેજ, પોલીસતંત્રએ નાગરિકોને રથયાત્રા દરમિયાન શાંતિ જાળવવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી છે.

Exit mobile version