મહારાષ્ટ્રના પાલઘર કાસા પોલીસ મથકમાં નોંધાયેલા લુંટ
1.45 લાખના સોનાની ચેઈન લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપી
આરોપીને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રના પાલઘર કાસા પોલીસ મથકમાં નોંધાયેલા લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ કેએ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈરશાદભાઈ તથા એએસઆઈ ઝાકિરભાઈ અને અપોકો રાહુલભાઈને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જીલ્લાના કાસા પોલીસ મથકમાં નોંધાયેલા 1.45 લાખના સોનાની ચેઈન લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને સચીન રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો પાલઘર કાસા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

